Thursday, August 20, 2015
Friday, June 26, 2015
લાઈફ સ્કીલ થ્રુ ડ્રામા
લાઈફ સ્કીલ થ્રુડ્રામા અંતર્ગત ભાષા શિક્ષણમાં રમત દ્વારા હિન્દી ભાષામાં પોતાનો પરિચય તથા ગમતી બાબત વિષે કહેતા બાળકો. ધોરણ ૪ ના બાળકો માટે હિન્દી ભાષા નવી હોય તેમની મૌખિક અભિવ્યક્તિ તથા શ્રવણકૌશલ્ય વિકસાવવા તથા શબ્દોનો પરિચય મેળવવા માટે આ રમત ખુબ ઉપયોગી છે. તથા રમતા રમતા બાળકો ઝડપથી શીખે છે.Tuesday, June 16, 2015
પ્રવેશોત્સવ - ૨૦૧૫
પ્રવેશોત્સવ કાર્યક્રમમાં અમારી શાળાના મુખ્ય અતિથિ શ્રી ગુજરાત હાઉસિંગ બોર્ડ ગાંધીનગરના ચેરમેન શ્રી વિવેકભાઈ પટેલ સાહેબ શ્રી પધારેલ હતા. શાળામાં પ્રાર્થના તથા યોગ દ્વારા કાર્યક્રમની શરૂઆત થઇ. મહેમાનો તથા દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું. પ્રથમ ક્રમે આવનાર વિદ્યાર્થીઓને ઇનામ આપ્યા. શાળાના બાળકો દ્વારા અમૃત વચન કહેવાયા. સાહેબ શ્રી દ્વારા શાળા પરિવાર તથા વાલીઓને પ્રેરણા આપવામાં આવી. એસ. એમ. સી ના કાર્યને બિરદાવવામાં આવ્યું શાળામાં થતી પ્રવૃતિઓ તથા એસ.એમ. સી. સભ્યોની સક્રિયતા જોઈ સાહેબશ્રી આનંદિત થયા. વ્રુક્ષારોપણ પણ કરવામાં આવ્યું.
Subscribe to:
Posts (Atom)




















