Sunday, June 7, 2015

વર્લ્ડ સ્પેરો ડે

આજે વિશ્વમાં ચકલીઓ ઘટતી જાય છે. ત્યારે બાળકોને ચકલીનું મહત્વ સમજાવવા બાળકો પાસે માળો બનાવડાવ્યો તથા  અક્ષય પાત્રમાંપક્ષીઓ માટે પાણી નંખાવ્યું જેથી બાળકો પર્યાવરણ તથા પક્ષીઓ પ્રત્યે પ્રેમ દાખવે. 

આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિન

આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિનની ઉજવણી રૂપે તથા બાળકો માતૃભાષાનું સન્માન જાળવેતે હેતુથી શાળામાં ભાષા ક્વીઝનું આયોજન કરેલ હતું તથા શાળામાં પોતાની ભાષામાં અભિવ્યક્તિ માટે માતૃભાષામાં ગીતનું આયોજન કરેલ હતું.

હોળી

હોળી એ બાળકોનો પ્રિય તહેવાર છે. હોળીનું નામ સંભાળતા જ બાળકોના ચહેરા ઉપર આનંદ છવાય જાય છે. અમે પણ અમારી શાળામાં આ વર્ષે ફક્ત ગુલાલથી હોળી રમી બાળકોને કેમિકલથી થતું ચહેરાને નુકસાન અને પાણીની બચતનું મહત્વ સમજાવ્યું. બાળકોને ધણી,ખજુર, ચણા, ચવાણાનો નાસ્તો કરાવ્યો.



Saturday, June 6, 2015

તિથિ ભોજન

દીપસિંગ રાજપુરોહિત તરફથી બાળકોને તિથિ ભોજન 

પ્રવાસ

મુળદ ગામની ત્રણેય શાળાઓએ ભેગા મળી  ચોટીલા, જુનાગઢ, ગીરનાર, સોમનાથ, દીવ વગેરે સ્થળોનો પ્રવાસ ગોઠવ્યો હતો. જેમાં બાળકોએ ગુજરાતના ઈતિહાસને તો જાણ્યો

 







જ જાણ્યો પરંતુ સાથે સાથે સહપાઠી સાથે મઝા પણ કરી. 

તિથિભોજન

પરમેશ્વર રેડ્ડી તરફથી પિતાની પુણ્ય તિથીએ દાળ,ભાત,શાક, લાપસી,ખમણ, પૂરી, વગેરેનું તિથિ ભોજન 
                                                         ,

બાળમેળો