Wednesday, November 12, 2014

તિથિભોજન

ગિજુભાઈ તરફથી દાળ, ભાત, શાક, પૂરી, ખમણ, જલેબીનું તિથીભોજન 

તિથીભોજન

હીરાકાકા તરફથી ખીર, પૂરી, શાકનું ભોજન તથા બિસ્કિટનો નાસ્તો 

Tuesday, November 11, 2014

તાલુકા કક્ષાનો વિજ્ઞાન મેળો

તાલુકા કક્ષાના વિજ્ઞાન મેળામાં સ્કાય બસ પ્રોજેક્ટ સાથે પ્રભુનગર શાળાની બાળાઓ 

તાલુકાકક્ષાના પ્રદર્શનમાં બેટી બચાવો વિષય પર વક્તવ્ય આપતી શાળાની બાળા 

જ્ઞાન સપ્તાહનો છેલ્લો દિવસ

જ્ઞાન સપ્તાહના છેલ્લા દિવસે શાળામાં નિવૃત ગુરુજનોનું સન્માન કરવામાં આવ્યું તથા ગુરુજનોની આરતી ઉતારવામાં આવી. ગુરુજનોના પ્રતિભાવો રજુ કરવામાં આવ્યા. વાલીઓના પ્રતિભાવો મેળવ્યા. એક વળી માતા પોતાની પુત્રીની પ્રગતિ જોઈ ભાવવિભોર બની ગયા. સાથે સમગ્ર વાતાવરણ શિક્ષકની મહતા સમજાવી ગયું. જ્ઞાન સપ્તાહ દરમ્યાન થયેલ વિવિધ સ્પર્ધોના ઇનામ આપી બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. વાલીઓનો આટલો બધો સહકાર જોઈ ગુરુજનો આશ્ચર્ય પામ્યા.




જ્ઞાન સપ્તાહ ચોથો દિવસ

જ્ઞાનસપ્તાહના  ચોથા દિવસે બાળકોની વેશ ભૂષા સ્પર્ધાનું આયોજન કરેલ હતું. તથા ચિત્ર સ્પર્ધા, રેલી અને દેશ ભક્તિ ગીતનું ગાન જેવી પ્રવૃતિઓ કરવામાં આવી. વેશભૂષા સ્પર્ધા માટે તૈયાર થયેલ દરેક બાળક ખુબ સોહામણા લગતા હતા. દરેકની કલ્પના શક્તિને સલામ કરવાનું મન થાય. વાલીઓ દ્વારા શાળામાં વ્રુક્ષારોપન કરવામાં આવ્યું. 
 
 



જ્ઞાન સપ્તાહ ત્રીજો દિવસ


જ્ઞાન સપ્તાહના ત્રીજા દિવસે શાળામાં સ્વયં શિક્ષણ દિન  રાખવામાં આવ્યો. બાળકોને આ પ્રવૃતિઓ કરાવી ખુબ ગમે છે. શાળાના શિક્ષણવિદ પાસે વાતો સાંભળી. બાળકોએ દિવસના અંતે પોતાના અભિપ્રાયો રજુ કર્યા. આ દિવસે શાળાના આચાર્યશ્રીનો જન્મ દિવસ હોય બાળકોને ખમણનો નાસ્તો પણ આપ્યો. 


જ્ઞાન સપ્તાહ બીજો દિવસ


જ્ઞાન સપ્તાહ  બીજા દિવસે શાળામાં સમૂહ વાંચન, કાવ્યગાન, વકતૃત્વ સ્પર્ધા, સામાન્ય જ્ઞાન સ્પર્ધા, ચેસ, કેરમ, યોગાસન નિબંધ સ્પર્ધા, દેશ ભક્તિ ગાન, મહાનુભાવોના ફકરાનું વાંચન જેવી પ્રવૃતિઓ કરવામાં આવી.