Saturday, July 26, 2014

activity std 4-5


ગૌરી વ્રતમાં બાળાઓ દ્વારા ખવાતા સુકા મેવામાં પિસ્તાની છાલમાંથી કુદરતી દ્રશ્ય બનાવતા બાળકો. આવી પ્રવૃત્તિ દ્વારા બાળકોમાં સમૂહ ભાવના તથા એમનામાં રહેલી શક્તિઓ બહાર આવે છે. 

Antakshari spardha at C.R.C.

મુળદ કેન્દ્રમાં અલુણા વ્રત નિમિતે ૮ શાળાઓ વચ્ચે અન્ત્ષારી સ્પર્ધાનું આયોજન કરેલ હતું. જેમાં ધોરણ એકથી પાંચ અને છથી આઠ વચ્ચે રાખવામાં આવી હતી જેમાં ધોરણ એકથી પાંચમાં અમારી શાળાની બાળાઓ પ્રથમ ક્રમે આવી. આમ અમારા તરફથી બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિને બહાર લાવવાનો પુરો પ્રયત્ન કરવામાં આવે છે. 
 

activity std- 1

બાળકો પ્રવૃત્તિ શીલ હોય છે પ્રવૃત્તિ કરવું એમને ખુબ ગમે છે. જો એમને કોઈ મનગમતી પ્રવૃત્તિ આપવામાં આવે તો એમના મો ઉપર જે ખુશી હોય છે તે જોવી પણ એક લ્હાવો છે. ધોરણ એકના બાળકો છાપકામ દ્વારા જીવ જંતુના ચિત્રો બનાવી રહ્યા છે તથા એમના ગુરુને હોંશથી બતાવી રહ્યા છે.

ગુરુ પૂર્ણિમા

               ગુરુ ગોવિંદ દોઉ ખડે કાકે  લાગુ પાય                                                                                                    બલિહારી  ગુરુ આપકી ગોવિંદ દિયો બતાય                                                                                       આપણા દેશમાં પ્રાચીન કાળથી ગુરુનું ખુબ મહત્વ રહ્યું છે. પ્રાચીન કાળથી વિદ્યાર્થીઓ ગુરુના આશ્રમમાં રહીને વિદ્યાભ્યાસ કરતા. ગુરુની આજ્ઞા રાજા મહારાજાઓ પણ માથે ચડાવતા. એવા આ દેશમાં આજે પણ ગુરુનું એ જ સ્થાન છે. 

Saturday, July 12, 2014

miss.gorma & mr.kesariya


આજના સ્પર્ધાત્મક  યુગમાં બાળકો જીવનમાં આવતી સ્પર્ધાઓ સામે અડીખમ ઉભા રહેવા સક્ષમ થાય એવા હેતુથી તથા ગૌરી વ્રતનો આનંદ માણી શકે તે માટે શાળામાં miss. gorma & mr. kesariya સ્પર્ધા રાખવામાં આવી હતી.

 

Thursday, July 10, 2014

મહેંદી સ્પર્ધા

ગૌરી વ્રત નિમિતે  શાળામાં મહેંદી સ્પર્ધાનું આયોજન કરેલ હતું.
બાળકોમાં રહેલ હસ્ત કૌશલ્ય બહાર લાવવાની પ્રવૃત્તિ.

આવ રે વરસાદ

પહેલા વરસાદની મઝા માણતાબાળકો. આના દ્વારા બાળકોને વરસાદથી સારી રીતે માહિતગાર કરી શકાય છે.