Thursday, April 17, 2014
Wednesday, April 16, 2014
Sunday, March 2, 2014
મહાત્મા ગાંધી સ્વછતા અભિયાન

મહાત્મા ગાંધી સ્વછતા અભિયાન અંતર્ગત શાળામાં સૌ પ્રથમ રેલીનું આયોજન કરવામાં આવ્યું જેમાં વાલીઓ પણ જોડાયા.ત્યારબાદ બાળકો માટે વક્તૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા તથા ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી બાળકોએ તેમાં હોંશેહોંશે ભાગ લીધો. બાળકો સ્વચ્છતામહત્વ સમજે, એમનામાં પડેલી નેતૃત્વ શક્તિ, મૌલિક અભિવ્યક્તિ, લેખન શક્તિ, તથા વિચાર શક્તિને વેગ મળે તથા તેમના હાથના મરોડ વળે તે હેતુથી સ્પર્ધાનું આયોજન થયેલ હતું . સાંજે બાઇસેગ પર આવેલ માનનીય મુખ્ય મંત્રીશ્રીનો કાર્યક્રમ એસ. એમ. સી સભ્યો સાથે નિહાળ્યો. Saturday, March 1, 2014
વિશ્વ માતૃભાષા દિનની ઉજવણી

અમારી શાળામાં દેશના ઘણા પ્રાંતના બાળકો રહે છે. તે દરેક પોતાની અલગ અલગ માતૃ ભાષા બોલે છે. તેઓ પોતાની માતૃ ભાષાનું સન્માન કરતા થાય તે હેતુથી આ દિનની ઉજવણી કરવામાં આવી. બાળકો પોતાની માતૃ ભાષાનું મહત્વ સમજે. તેનો આદર કરે એ જ આ ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ હતો. આ માટે શાળામાં ભાષા ક્વીઝ્નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ક્વીઝ દ્વારા બાળકો ગુજરાતી ભાષા પ્રત્યે રુચિ કેળવતા થાય, બાળકો રમતા રમતા આનંદથી ભાષાના જ્ઞાનનું દ્રઢીકરણ કરે. આ ઉપરાંત દરેક બાળક પોતાની માતૃભાષામાં ગીત રજુ કરે તેવો કાર્યક્રમ પણ રાખ્યો હતો.એક શામ ગુરુ શિષ્ય કે નામ
ઓલપાડ તાલુકામાં ગુરુ અને શિષ્યની પ્રતિભાને બિરદાવતો કાર્યક્રમ એટલે એક શામ ગુરુ શિષ્ય કે નામ. જેમાં અમારી શાળાના શિક્ષિકાબહેન શ્રીએ ભાગ લીધો. શાળાના આચાર્ય શ્રીને પણ સન્માનવામાં આવ્યા.
Subscribe to:
Posts (Atom)







