Friday, December 20, 2013
Saturday, December 14, 2013
બાળ મેળો
આ વર્ષે બાળ મેળાની થીમ સ્ટેચ્યુ ઓફ યુનીટી -સરદાર પર હતી જેંઅંતર્ગત શાળાના s.m.c. સભ્યો, ગ્રામજનો તથા મુળદ કેન્દ્રના c.r.c ko.o.એ હાજરી આપી. આ થીમ અંતર્ગત શોભા યાત્રા, બાળ સરદારની વેશભૂષા, સરદાર પટેલ પર બાળાનું વક્તવ્ય, સરદાર પટેલના જીવન આધારિત પુસ્તકો, ફોટાઓનું પ્રદર્શન યોજ્યું. આ ઉપરાંત બાળ મેળા અન્વયે કુતુહલપ્રેરક પ્રવૃતિઓ, ચીટક કામ,કાગળકામ, ચિત્રકામ, બાળ વાર્તા, નાટક, અભિનયગીત, બાળગીત, રમત, માટીકામ છાપકામ જેવી પ્રવૃતિઓ કરવામાં આવી. આદરેક પ્રવૃતિમાં સૌએ ખુબ આનંદથી ભાગ લીધો.
Friday, December 13, 2013
જીવન વ્યવહાર કોઈને શીખવાય નહિ.......................!
જીવન વ્યવહાર એ કોઈને શીખવવાની વસ્તુ નથી એ તો આપોઆપ કેળવાય છે. જેનું પ્રત્યક્ષ ઉદાહરણ મેં આજે જોયું. હેલ્થ કોર્નરમાં નેઈલ કટર છુટું પડેલું જોઈને મારા વર્ગમાં ભણતી પ્રિયંકા તે લઈને મારી પાસે આવી. મને કહે સર, આ નીલકટર કોઈએ તોડી નાખ્યું. મેં એને જોઉં તે છુટું પડેલું હતું. મેં એને કહ્યું આ તૂટ્યું નથી બેટા, એ છુટું પડી ગયુંછે. ચાલ આપણે એને જોડી દઈએ. ઘણું મથવા છતાં એ ના જોડાયું આ બધું મારા જ વર્ગનો મેહુલ જોતો હતો અમારી મથામણ જોઈ પાસે આવી કહે લાવો સર હું જોડી દઉં અને લગભગ એક મિનિટથી પણ ઓછા સમયમાં એનેઈલ કટર જોડીને મારા હાથમાં મૂકી દીધું. હુતો એને જોતો જ રહ્યો અને જાણે કઈ જ ના થયું હોય એમ એ જઈને વર્ગમાં બેસી ગયો.આ ઘટના પરથી મને કેળવણીનું પેલું સુત્ર યાદ આવ્યું કે શિક્ષક બાળકને શીખવી ના શકે પરંતુ તે શીખતો થાય તેવા સંજોગો પેદા કરી શકે. જોકે આ સંજોગ મેં પેદા નહોતા કર્યા પણ અહીતો એ નાનો ટાબરીયો મને શીખવી ગયો.
Friday, December 6, 2013
Subscribe to:
Posts (Atom)















