વિભાગ : સંશાધન પ્રભુનગર પ્રા. શાળાના બાળકો દ્વારા આલ્કોહોલ અને એલ.પી. જી. ડિટેક્ટરનો પ્રોજેક્ટ મુકવામાં આવ્યો.
આવું સદ્ ભાગ્ય કોનું હોય કે જેના જન્મ દિવસની રાહ પોતાના કરતા બાળકો ઘણા દિવસથી જોતા હોય અને તે પણ કોઈ અપેક્ષા વગર ફક્ત તમને શુભેચ્છા આપવા.હા, મારા જન્મ દિવસની વાત કરું છું. જેની રાહ બાળકો ઘણા દિવસથી જોતા હતા
એટલે મારે પણ બાળકોને ભેટ આપવાનું વિચારતા એક ખ્યાલ એવો આવ્યો કે "અક્ષર સુધારણા " કાર્યક્રમ ચાલતો હોય બાળકોને ડબલ લાઈનની નોટબુક ભેટ આપી. તથા જલેબી તથા ચેવડાનો નાસ્તો આપ્યો.
કાન્હાના તોફાનો તો આપણે જોવા નથી ગયા પરંતુ આપણાવર્ગમાં ભણતા કાન્હાના તોફાનો જોવાનું સદ્ ભાગ્ય આપણને હરરોજ મળે છે. મને નથી લાગતું કે નંદલાલાના તોફાનો આનાથી અલગ હશે! તો ચાલો અમારા કાનના તોફાનો જોઈએ.
કાના સાથે નાસ્તો લેતા પ્રભુનગર શાળાના ગોપ ગોપીઓ
બાળકો આ
તહેવારની ઉજવણીનું નામ સંભાળતા જ થનગની ઉઠે છે ચાલો એમના આ ઉત્સાહને આપણે પણ માણીએ.
શાળામાં ઉત્સાહ પૂર્વક સ્વતંત્ર દિનની ઉજવણી
બાળકોને દાતા દ્વારા નાસ્તો
મુળદ ગ્રામ પંચાયત દ્વારા ટેબલનું દાન
આમ જોવા જઈએ તો આપણે દરરોજ ઘરમાં વિજ્ઞાનના પ્રયોગો કરતા હોઈએ છીએ . બાળકો પણ એ જાણતાહોઈ છે. જયારે આ બીજના અંકુરણ માટેનો પ્રયોગ બાળકોને બતાવ્યો ત્યારે તેઓ બોલી ઉઠ્યા સર આપ્રયોગ તો મારી મમ્મી પણ કરે છે. જયારે તેઓ ફણગાવેલા મગ બનાવે છે. આમ આપણે તો એમને ફક્ત રાહ બતાવવાનો છે મંઝીલ તો એઓ જાતે શોધી લેશે.
શાળામાં મિસ. ગોરમા સ્પર્ધા તો દર વર્ષે કરીએ છીએ તેથી શાળાના છોકરા રીસાયા કે અમારે માટે કોઈ સ્પર્ધા નહિ? આ એમનું અમારે માટે મને ખૂચ્યું તેથી આ વર્ષે એમના માટે પણ મી. કેસરિયા સ્પર્ધા યોજી
તેઓ ખુબ ઉત્સાહથી તેમાં જોડાયા