ધોરણ-૫ માં મેવલિયો કાવ્યમાં મેઘને મનાવવા નીકળેલી બાળાઓ સાથે વર્ષાગીતનો તાલ આપતા બાળકો. આજના આ શહેરી કારણના યુગમાં બાળકો આપણા લોકરિવાજોથી દુર થતા જાય છે ત્યારે બાળકોને મેઘના દેવ ઇન્દ્રને મનાવવા ગામડાની ભોળી બાળ કેવાકેવા પ્રયત્ન કરે છે તેની ઝાખી કરાવવા શાળામાં ધુન્ધીયા બાપજીની પ્રતિકૃતિ બનાવી તેને પીળી કરેણનો હાર પહેરાવી પોતાના માથા ઉપર એમને લઇ વરસાદને મનાવવા નીકળે છે . આ રીતે બાળકોનેઆ લોકગીતના ભાવ જગતથી વાકેફ કર્યા.
Tuesday, July 9, 2013
શાળા પ્રવેશોત્સવ
આમ તો પહેલા પણ બાળકો શાળામાં પ્રવેશતા જ હતા. શાળામાં બાળકોનું આગમન સ્વાભાવિક હતું. આજે પણ છે. પણ આજે બાળકોનું આગમન શાળા અને વાલીઓ માટે એક અદકેરો ઉત્સવ બની રહ્યો છે. નાના નાના પગલા માંડી બાળક જયારે શાળામાં આવે છે ત્યારે શાળામાં જાણે વસંત ખીલી ઉઠી હોય એવું લાગે છે.આગળના ધોરણમાં ભણતા બાળકો જાણે આવનાર કોઈ સ્વજન ના હોય એમ એની સેવા સરભરામાં લાગી જાય છે ત્યારે સાચા અર્થમાં આ એક ઉત્સવ બની જાય છે. અહી આપ નિહાળશો શાળાના પ્રવેશોત્સવ રથમાં આવી રહેલ અમારા નવા નવેલા વિદ્યાર્થીઓ.
Thursday, May 23, 2013
Subscribe to:
Posts (Atom)











