Saturday, October 6, 2012

ટી. એલ. એમ. નિર્માણમાં બાળકોની ભાગીદારી

શિક્ષકો  અને બાળકોએ મળીને બનાવેલ વાર અને માસના તોરણો . 

હિન્દી દિવસની ઉજવણી

આ દિવસે શાળામાં આખો દિવસ માતૃભાષામાં નહિ પણ રાષ્ટ્રભાષામાં બાળકો અને શિક્ષકોએ વ્યવહાર કર્યો. 

Tuesday, September 18, 2012

બચત બેંક

શાળામાં બાળકોમાં બચતનું મહત્વ સમજે તથા પૈસાનું મહત્વ સમજે તે હેતુ થી બચત બેંક પણ ઉભી કરી છે. જેમાં બાળ કો પોતાને વાપરવા મળતા પૈસા તથા સગા સંબંધીઓ ધ્વારા મળતા પૈસા જમા કરાવે છે. તે પૈસાનો ઉપયોગ શિક્ષણ માટે જરૂરી સાધન સામગ્રી  લેવા માટે તથા પોતાના વાલીઓને જરૂર પડ્યે મદદ કરવામાં વાપરે છે. આ પ્રવૃત્તિ ધ્વારા બાળકોને બેંક વિષે કોઈ માહિતી આપવાની જરૂર રહેતી નથી .બેન્કની પ્રક્રિયામાંથી જાતે જ પસાર થાય છે.  

રસીકરણ

હાલમાં ચાલી રહેલ રસી કારણ ઝુંબેશ અંતર્ગત બાળકોને રસી મુકતા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારી. 

પુરક પોષક આહાર

આચાર્ય શ્રી તરફથી સમયાંતરે બાળકોને નાસ્તો આપવામાં આવે છે. તેના ભાગ રૂપે પેંડા અને છેવાડાનો નાસ્તો કરતા બાળકો. 

મધ્યાહન ભોજન

શાળામાં તારીખ ૩૧ ઓગસ્ટથી મધ્યાહન ભોજન  યોજનાની શુભ શરૂઆત થઇ. 

કુતુહલ પ્રેરક પ્રવૃત્તિ