Friday, January 20, 2012

નાતાલની ઉજવણી


નાતાલની ઉજવણી નિમિતે બાળકોએ નવા વર્ષના આગમનની તૈયારી રૂપે કરેલ વર્ગ શણગાર  જોઈ શાંતાકલોઝ પણ બાળકો માટે ચોકલેટ, ફુગ્ગા, બિસ્કીટ,અને ગીફ્ટ લઈને આવી પહોચ્યા.



s.m.c. મીટીંગ




s.m.c.મીટીંગમાં સી. આર. સી. કક્ષાએ  યોગ સ્પર્ધામાં પ્રથમ આવનાર સ્પર્ધકોને પ્રોત્સાહિત કરતા અધ્યક્ષ તથા સભ્યશ્રી. 

ક્લસ્ટર કક્ષાનો રમતોત્સવ


                 આ છે અમારી શાળાના યોગ વીરો. સી .આર . સી . કક્ષાએ પ્રથમ ક્રમ મેળવનાર .


ખેલ મહાકુંભ


                       આ ખેલ મહાકુંભમાં શાળાના બાળકોએ યોગાસનમાં ભાગ લીધો હતો.

આ ઉપરાંત એથ્લેટિકવિભાગની સ્પર્ધાઓમાં પણ શિક્ષક્ અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ જ છે આપણા ભાવિ રમતવીરો. 

ખેલ મહાકુંભ


ખેલ મહાકુંભ એ એક એવો કાર્યક્રમ છે કે જે રાજ્યની પ્રતિભાઓને નવો ઓપ આપે . આ કાર્યક્રમમાં ૦૬ થી ૪૫ થી ઉપરની વયજૂથના દરેક નાગરિકો ભાગ લઇ શકે છે. તથા પોતાના રસની રમતમાં આગળ વધી શકે.
     






   ચેસ એ બુદ્ધિની રમત છે .મગજની કસરત છે. અમારી શાળાના સિક્ષિકબહેને આ રમતમાં ભાગ લઇ તાલુકા કક્ષાએ પ્રથમ ક્રમ મેળવ્યો .






શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ



કહ્યું છે કે પહેલું સુખ તે જાતે નર્યા.
આ કહેવત પ્રમાણે આપણી શાળામાં આવતા બાળકો પણ જાતે સારા હશે તો જ તે દરેક પ્રવૃતિમાં ઉત્સાહથી જોડાઈ શકશે .તે માટે બાળકોનું આરોગ્ય સારું રહે તે માટે શાળામાં આરોગ્ય તપાસણી કાર્યક્રમ પણ એટલો જ જરૂરી છે.આપણા દેશના ભાવિનું સ્વાસ્થ્ય સારું રહે તેવી પ્રભુ પ્રાર્થના .

Thursday, January 19, 2012

રંગોળી સ્પર્ધા




ભલે અમે રહ્યા નાના પણ કામ કરીએ મોટા
ક્યાંય ના મળે અમારા જોટા